ભરૂચ: વાગરા તાલુકાના દિવ્યાંગ ઐયુબ પટેલ કે જેઓ પોતાના પરિવાર સાથે(PM spoke to person from Bharuch)ભરૂચ બાયપાસ પાસે આવેલ ઇમરાન પાર્ક સોસાયટીમાં રહે છે. તેમના પરિવારમાં (PM Modi in Utkarsh Samaroh)તેમના પત્ની રેહાના પટેલ, તેમના માતા અને ત્રણ દીકરીઓ છે. ભરૂચના ઐયુબ પટેલ અને તેમની દીકરી આલિયા સાથે વાતચીત દરમિયાન આલિયા અને નરેન્દ્ર મોદી ભાવુક બન્યા હતા.
સરકારની વૃદ્ધ પેન્શન યોજના હેઠળ લાભ -ઐયુબ પટેલ અને તેમની દીકરી આલિયા સાથે (PM Modi virtually address in Bharuch)વાતચીત દરમિયાન આલિયા અને નરેન્દ્ર મોદી ભાવુક બન્યા હતા. ETV Bharatએ ઐયુબ પટેલના પરિવાર સાથે વાતચીત કરી હતી. ઐયુબ પટેલની મોટી દીકરી આલિયા સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આલિયા વચ્ચે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઐયુબ પટેલની આંખોની રોશની દવાની આડઅસરથી ગુમાવી દીધી હતી. તેમને માત્ર 5 ટકા જેટલું જ જોઈ શકે છે. તેમને સરકારની વૃદ્ધ પેન્શન યોજના હેઠળ લાભ મળે છે અને અન્ય સરકારી લાભો જેવા કે બસ મુસાફરી રેલવે મુસાફરી ફ્રી પાસ મળે છે અને તેનો લાભ મળે છે.
આ પણ વાંચોઃભરૂચના વ્યક્તિએ વડાપ્રધાન મોદીને એવું તો શું કહ્યું કે થયા ભાવુક, જૂઓ વીડિયો...
મારા પિતાની આંખોની રોશની જતી રહી -જ્યારે નરેન્દ્ર મોદી સાથે વાત કરતા પરિવાર વિશે માહિતી મેળવતા હતા ત્યારે તેમની સાથે પોતાની મોટી દીકરી આલિયા સાથે વાત કરી હતી અને ઐયુબ પટેલની દીકરી એ આજે 12 સાયન્સની પરીક્ષામાં 80 ટકા સાથે પાસે થયેલ અને તેને દેશના વડાપ્રધાનને જણાવ્યું કે હું ડોક્ટર બનવા માંગુ છું. તો વડાપ્રધાને કહ્યું કે કેમ ડોક્ટર જ બનવું છે તો આલિયાએ પોતાની ભીની આંખો સાથે જણાવ્યું કે હું મારા પિતાની આંખોની રોશની જતી રહી છે. આ ઘટનાને લીધે મે ડોક્ટર બનવાનું વિચાર્યું છે. આ વાત વડાપ્રધાન સંભાળતા ભાવુક થઈ ગયા હતા.
આ પણ વાંચોઃવડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માઘ્યમથી સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીતનારા મંત્ર સાથે કરી વાત
દીકરી આલિયાએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો -ઐયુબ પટેલ રાષ્ટ્રીય અંધજન ભરૂચ જિલ્લાની સંસ્થામાં માનદ સેવા પણ કાર્ય કરે છે. આ સંસ્થાની મદદથી અન્ય લોકોની પણ મદદ કરે છે. દેશના વડપ્રધાન જેવી વ્યક્તિ આજે અમારી જેવા સામાન્ય વ્યક્તિ સાથે વાત કરી ત્યારે એમને લાગ્યું કે નરેન્દ્ર મોદી દેશની જનતાની ચિંતા કરે છે અને તેમને ક્યારેય તકલીફ ન પડે તેનું ધ્યાન પણ રાખે છે. ઐયુબભાઈ અને તેમની દીકરી આલિયાએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.