- ગુજરાત પર સંભવિત તૌકતે વાવાઝોડાનું જોખમ
- વાવાઝોડું આવે તો 150 કિ.મિ.ની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા
- વાવાઝોડાને પગલે ભાડભૂત ખાતે 300થી વધુ બોટ લંગારવામાં આવી
ભરૂચમાં તૌકતે વાવાઝોડાને પગલે ભાડભૂત ખાતે 300થી વધુ બોટ લંગારાઇ
ભરૂચમાં સંભવિત તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ,ભાડભૂત ખાતે 300થી વધુ બોટ લંગારાય છે. સંભવિત તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના દરિયાકાંઠે આવેલા 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વાવાઝોડાને પગલે ભાડભૂત ખાતે 300થી વધુ બોટ લંગારાઇ
ભરૂચ :ગુજરાત પર સંભવિત તૌકતે વાવાઝોડાનું જોખમ ઉભું છે. હવામાન વિભાગ અનુસાર, આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે તો 150 કિ.મિ.ની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા છે. જેના પગલે ભરૂચ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
આ પણ વાંચો : જામનગર દરિયા કિનારે તૌકતે વાવાઝોડાની થઈ શકે છે અસર