- અસદુદ્દીન ઓવૈસી અને છોટુ વસાવા રહેશે હાજર
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારનું રણશીંગુ ફૂંકશે
- ચૂંટણી અગાઉ ઓવૈસીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ
ભરૂચઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરી દીધા છે, ત્યારે રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવ્યો છે. આ ચૂંટણીથી ગુજરાતમાં AIMIMની સત્તાવાર એન્ટ્રી થઈ છે અને BTP સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલે રવિવારે ભરૂચમાં BTP અને AIMIMનું સંયુક્ત સંમેલન યોજાવા જઇ રહ્યું છે. આ સંમેલન રવિવારે સવારે 11 કલાકે ભરૂચની મનુબર ચોકડી નજીક યોજાશે. જેમાં અસદુદ્દીન ઓવૈસી અને છોટુ વસાવા હાજર રહેશે.
કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ
ભરૂચની મનુબર ચોકડી ખાતે યોજાનારા સંમેલનમાં AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના સંયોજક છોટુ વસાવા ઉપસ્થિત રહેશે અને તેઓ સંબોધન કરશે, ત્યારે આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાટે સ્ટેજ સહિત સભા સ્થળે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.