ગુજરાત

gujarat

ETV Bharat / state

Bullet Train Bharuch Station: બુલેટ ટ્રેન માટે નર્મદા નદી પર પુલનું નિર્માણ શરૂ - WORK PROGRESS REALITY CHECK

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કુલ 31.3 કિમી લંબાઈનું બાંધકામ હાલમાં ભરૂચ જિલ્લામાં પણ ચાલી રહ્યું છે. તેમજ આ રૂટ પર 783 થાંભલા બનવાના છે. હાલમાં અહીં થાંભલા ઉભા કરવાનું કામ પણ ચાલી રહ્યું હોવાનું જોવા મળ્યું છે. આ સિવાય નર્મદે સૌથી લાંબો પુલ બનાવવામાં આવશે તેવું જાણવા મળે છે.

BULLET TRAIN BHARUCH STATION WORK PROGRESS
BULLET TRAIN BHARUCH STATION WORK PROGRESS

By

Published : Jan 27, 2023, 10:01 AM IST

ભરૂચ (ગુજરાત):ગુજરાત માટે અત્યંત મહત્વના ગણાતા મહારાષ્ટ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ગુજરાતમાં ભરૂચ ખાતે સ્ટોપ પણ છે. ભરૂચના મનુબર ગામ પાસે બુલેટ ટ્રેનને રોકવામાં આવી છે. રેલવે સ્ટેશનનું કામ પણ શરૂ થઈ ગયું છે. મનુબર ગામ પાસે બુલેટ ટ્રેન રેલ્વે સ્ટેશનનું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કુલ 31.3 કિમીનો રેલવે ટ્રેક ભરૂચ જિલ્લામાંથી પસાર થશે. આ ઉપરાંત રેલ્વે પ્રોજેક્ટ માટે જિલ્લામાંથી કુલ 783 પોલ ઉભા કરવામાં આવશે.

બુલેટ ટ્રેન માટે નર્મદા નદી પર પુલનું નિર્માણ શરૂ

બ્રિજનું કામ શરૂ: ભરૂચમાં નર્મદા નદી પર બુલેટ ટ્રેનના બ્રિજના નિર્માણમાં મુખ્ય બ્રિજની બંને બાજુ 8 મીટર પહોળાઈના 2 બ્રિજ બનાવવામાં આવ્યા છે. નર્મદા બ્રિજ પછી તાપી અને મહી બ્રિજ 720 મીટર લંબાઇ સાથે બીજા નંબરનો સૌથી મોટો બ્રિજ બનશે. ભરૂચ શહેરમાં નર્મદા નદી પરનો 1.2 કિલોમીટર લાંબો પુલ 508 કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોરમાં સૌથી લાંબો પુલ બનશે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ કહ્યું કે બ્રિજ જૂન 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

આ પણ વાંચોBullet Train Vadodara Station: વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં, નદીઓમાં થાંભલા મૂકવાનું કામ પૂર્ણ

2024 સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ:અમદાવાદ અને મુંબઈ વચ્ચેના પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર, અત્યાધુનિક ટેક્નોલોજી અપનાવવાથી નદી પર પુલના નિર્માણની તુલનામાં બાંધકામનો સમયગાળો લગભગ અડધો ઘટશે. અધિકારીઓ કહી રહ્યા છે કે અમે તેને 2024 સુધીમાં પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ. શર્મા જમ્મુ ઉધમપુર કટરા પ્રોજેક્ટ બનાવનારી ટીમનો પણ ભાગ હતો.

આ પણ વાંચોBullet Train Ahmedabad Sabarmati: અમદાવાદ-સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ યુદ્ધના ધોરણે ચાલુ

પ્રોજેક્ટ હેઠળ 20 બ્રિજનું નિર્માણ: નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટ હેઠળ કુલ 20 બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. કારણ કે બુલેટ ટ્રેન નર્મદા, સાબરમતી, માહી, કાવેરી, પૂર્ણા અંબિકા, દરોથા, દમણ ગંગા, કોલક, મીંધોલા, અનુરાગ, ખરેરા નદીઓ પરથી પસાર થશે. તાપી, કીમ, ધાધર, વિશ્વામિત્રી, મોહર, વાત્રક અને મેશ્વોમાંથી સૌથી લાંબો પુલ નર્મદે ઉપર બાંધવામાં આવશે, ત્યારબાદ તાપી અને માહી પર બનશે જે લગભગ 720 મીટરનો હશે. અધિકારીઓએ કહ્યું છે કે જૂન 2024 સુધીમાં તમામ પુલોનું નિર્માણ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

ABOUT THE AUTHOR

...view details