ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ દિલ્હીના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા પીરામણ ગામે - Ahmed Patel dies

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ દિલ્હીના દિગ્ગજ નેતાઓ પીરામણ ગામ ખાતે પહોંચ્યા હતા અને અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને સાંત્વના પાઠવી હતી.

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ દિલ્હીના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા પીરામણ ગામે
રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ દિલ્હીના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા પીરામણ ગામે

By

Published : Nov 28, 2020, 6:27 PM IST

  • અહેમદ પટેલની અંતિમ ક્રિયામાં રાહુલ ગાંધીએ આપી હતી હાજરી
  • દિલ્હીના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા પીરામણ ગામ
  • ભુપેન્દ્રસિંહ હુડ્ડા અને આનંદ શર્માએ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને સાંત્વના પાઠવી

ભરૂચઃ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ દિલ્હીના દિગ્ગજ નેતાઓ પીરામણ ગામ ખાતે પહોંચ્યા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ,પૂર્વ મુખ્યપ્રધાન ભુપેન્દ્રસિંહ હુડ્ડા અને આનંદ શર્માએ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને સાંત્વના પાઠવી હતી.

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ દિલ્હીના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા પીરામણ ગામે

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન દિલ્હી ખાતે નિધન થયું હતું. તેઓની અંતિમ ક્રિયામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહ્યા બાદ આજરોજ અનેક નેતાઓ અહેમદ પટેલના વતન પીરામણ પહોંચ્યા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, પૂર્વ મુખ્યપ્રધાન ભુપેન્દ્રસિંહ હુડ્ડા અને આનંદ શર્મા અહેમદ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અને તેમના પુત્ર ફૈઝલ પટેલને મળીને સાંત્વના પાઠવી હતી. તમામ નેતાઓ સુરત એરપોર્ટ પર આવ્યા બાદ અંકલેશ્વર આવ્યા હતા અને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નેતાઓના આગમનને પગલે અંકલેશ્વર તેમજ પીરામણ ગામમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ દિલ્હીના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા પીરામણ ગામે
કોંગ્રેસે આધારસ્તંભ ગુમાવ્યો: ગુલામ નબી આઝાદરાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસે આધારસ્તંભ ગુમાવ્યો છે. અલ્લાહ તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપેઅહેમદ પટેલ ખૂબ સારા મિત્ર હતા: ભુપેન્દ્રસિંહ હુડ્ડા

હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલ ખૂબ જ સારા માણસ અને મિત્ર હતા. આ સમયે દેશમાં જેવો માહોલ છે, ત્યારે તેમનું નિધન ન થવું જોઈતું હતું જો કે પ્રભુ કે જે કર્યું એ ભગવાન તેમના પરિવારજનોને હંમેશા આગળ વધવાની શક્તિ આપે

અહેમદ પટેલની આત્માને શાંતિ મળે: આનંદ શર્મા

તો કોંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ જણાવ્યું હતું કે, ભગવાન અહેમદ પટેલની આત્માને શાંતિ આપે. અહેમદ પટેલ કોંગ્રેસ માટે આધારસ્તંભ હતા અમે બધાએ તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details