ગુજરાત

gujarat

ETV Bharat / state

ઝઘડીયા કોર્ટ કમ્પાઉન્ડમાંથી બાઈક ચોરીના ગુનાનો આરોપી ફરાર - Absconding From Court

ભરૂચઃ ઝઘડીયા કોર્ટ કમ્પાઉન્ડમાંથી બાઈક ચોરીના ગુનાનો આરોપી ફરાર થતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ દ્વારા રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી દરમિયાન પોલીસને ચકમો આપી ફરાર થયો હતો.

Accused of stealing a bike
બાઈક ચોરીના ગુન્હાનો આરોપી ફરાર

By

Published : Nov 26, 2019, 9:15 PM IST

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી ઝઘડીયાના ઉચેડીયા ગામના રહેવાસી પરેશ પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપીએ રૂપિયા 20 હજારની કિંમતની બાઈકની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝઘડીયા પોલીસને સોંપ્યો હતો. મંગળવારે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરવા લઇ ગઈ હતી. જે દરમિયાન કોર્ટ કમ્પાઉન્ડમાંથી આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. આ અંગેની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details