ગુજરાત

gujarat

ETV Bharat / state

બિહારમાં 30 ગુન્હામાં સંડોવાયેલ  આરોપી ભરુચમાંથી ઝડપાયો - Accused of 30 crimes in Bihar arrested from Bharuch

બિહારમાં 30થી વધુ ગુન્હામાં સંડોવાયેલ કુખ્યાત આરોપીની પોલીસે દહેજના જોલવા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુખ્યાત આરોપીને ઝડપવા બિહાર પોલીસ અને ભરુચ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

બિહારમાં 30 ગુન્હાનો કુખ્યાત આરોપી ભરુચમાંથી ઝડપાયો
બિહારમાં 30 ગુન્હાનો કુખ્યાત આરોપી ભરુચમાંથી ઝડપાયો

By

Published : Jan 2, 2021, 7:54 AM IST

  • બિહારમાં 30 ગુન્હાનો કુખ્યાત આરોપી ભરુચમાંથી ઝડપાયો
  • ભરુચ પોલીસ અને બિહાર પોલીસનું સંયુક્ત ઓપરેશન
  • આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરુચ : બિહારમાં 30થી વધુ ગુન્હામાં સંડોવાયેલ કુખ્યાત આરોપીની પોલીસે દહેજના જોલવા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુખ્યાત આરોપીને ઝડપવા બિહાર પોલીસ અને ભરુચ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

આરોપીની દહેજના જોલવા ખાતેથી ધરપકડ

ભરુચ પોલીસ દ્વારા હાલ કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. બિહાર પોલીસની એક ટીમ કુખ્યાત આરોપીની શોધખોળમાં ભરુચ આવી હતી અને ભરુચ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં પોલીસે હ્યુમન ઇંટેલીજ્ન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બિહારમાં 30થી વધુ ગુન્હામાં કુખ્યાત આરોપી વીણી બબનાભાઈ યાદવની દહેજના જોલવા ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની 30થી વધુ ગુન્હામાં સંડોવણી

આ ઝડપાયેલ આરોપી વિનય યાદવ બિહારમાં એન.ડી.પી.એસ.અને આર્મ્સ એક્ટ સહિત 30થી વધુ ગુન્હામાં સંડોવાયેલ હતો. ઘણાં સમયથી પોલીસને ચકમો આપી ફરાર હતો.આરોપી બિહારના ગોપાલગંજ પોલીસ મથકના 9 જેટલા ગુન્હામાં વોન્ટેડ હતો.

દહેજની કંપનીમાં કરતો હતો કામ

આ આરોપી બિહારમાં ગુન્હા આચરી ભરુચ આવી પહોચ્યો હતો. તેમજ દહેજની એક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને જોલવા ખાતે ભાડે રૂમ રાખી રહેતો હતો.

ABOUT THE AUTHOR

...view details