ભરુચ: મુંબઈ અમદાવાદને જોડતા અતિ વ્યસ્ત એવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી સુરત તરફ જવાના માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતમાં જોકે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. પરંતુ હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. વાહન ચાલકોની લાંબી કતારો લાગી હતી.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અકસ્માત થતાં ટ્રાફિક જામ સર્જાયો
અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર આજે વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. નેશનલ હાઇવે ઉપર છેલ્લા 5 દિવસથી ટ્રાફિક જામ જોવા મળે છે. ત્યારે અકસ્માતના કારણે આશરે 7 કિમી જેટલો લાંબો ટ્રાફિક જોવા મળ્યો હતો.
અંકલેશ્વર
ભરુચ નજીક છેલ્લા 5 -6 દિવસથી ટ્રાફિક જામ જોવા મળે છે. સરદાર બ્રિજ ઉપર હાઇવે ઓથોરીટી દ્વારા માર્ગના સમારકામની કામગીરી ચાલી રહી છે. જેના કારણે રોજે રોજ 5 કિમી જેટલો લાંબો ટ્રાફિક જોવા મળે છે. ત્યારે આજે અકસ્માતના પગલે વાહન ચાલકોએ કલાકો સુધી કતારોમાં રહેવું પડ્યું હતું. સમય તેમજ ઈંધણનો વ્યય જોવા મળ્યો હતો. જોકે હાઇવે પોલીસે ઘટના બાદ સ્થળ ઉપર પહોચી બંને ટ્રકોને માર્ગ ઉપરથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ટ્રાફિક હળવો થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા.