- 30મી એપ્રિલએ કોવિડ પટેલ વેલફેર હોસ્પિટલમાં આગ લાગી હતી
- સારવાર લઇ રહેલા 18 દર્દીઓના મોત
- AAPના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા તેમની ટીમ સાથે હોસ્પિટલ પોંહચ્યા
ભરૂચ :કોવિડ પટેલ વેલફેર હોસ્પિટલમાં તારીખ 30મી એપ્રિલની મધ્ય રાત્રિએ ICU વોર્ડમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સહિત કુલ 18 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા તેમની ટીમ સાથે પટેલ વેલફેર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું તો સાથે જ સરકાર આવી ઘટના બનતી અટકાવે એવા પગલા લેવા માંગ કરી હતી.