ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કૃષિ બિલનો વિરોધ કરાયો - કૃષિ બીલનો વિરોધ
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા કૃષિ બિલનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે ત્યારે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કૃષિ બિલના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટી
ભરૂચઃ આમ આદમી પાર્ટી દ્વારા પણ ક્લેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં આપના કાર્યકરોએ કલેકટર કચેરીના સંકુલમાં સુત્રોચ્ચાર કર્યા હતા અને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, આ બીલ ખેડૂતો વિરોધી છે અને મોટી કંપનીઓને ફાયદો કરાવનારું છે ત્યારે બીલ પરત લેવાની માગ કરવામાં આવી છે.