ગુજરાત

gujarat

ETV Bharat / state

પાનોલી GIDCની સલ્ફર મિલમાં ગેસની અસરના પગલે એક કામદારનુ મોત - Ankleshvar

પાનોલી જી.આઈ.ડી.સી.ની એક કેમિકલ કંપનીમાં ચેમ્બરની સાફ સફાઈ કરતાં એક કામદારનુ ગેસની અસરના પગલે મોત થયું છે.

ds
d

By

Published : Oct 7, 2020, 2:13 PM IST

  • પાનોલી જી.આઈ.ડી.સી. ની સલ્ફર મિલમાં ગેસની અસરના પગલે એક કામદારનુ મોત
  • ચેમ્બરની સાફ સફાઈ દરમિયાન ગૂંગળામણના કારણે મોત નીપજયું

અંકલેશ્વરઃ પાનોલી જી.આઈ.ડી.સી.ની એક કેમિકલ કંપનીમાં ચેમ્બરની સાફ સફાઈ કરતાં એક કામદારનુ ગેસની અસરના પગલે મોત થયું છે. ગેસની અસરના પગલે ગૂંગળામણ થતાં આ કામદારનુ મોત નીપજયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલા સલ્ફર મિલ કંપનીમાં અંકલેશ્વરના કાપોદ્રા ગામની મન મંદિર રેસિડેન્સીમાં રહેતા 41 વર્ષીય રાકેશ ધર્મસિંહ સોલંકી ફરજ બજાવતા હતા. તેઓ પોતાના નિયત સમયે કંપની પર ફરજ પર ગયા હતા અને કંપનીમાં રહેલા ગેસની ચેમ્બરની સાફ સફાઈનું કામ શરૂ કર્યું હતું. આ દરમિયાન તેઓને ગૂંગળામણ થવા લાગી હતી અને ગેસની અસર વર્તાઇ હતી. ગૂંગળામણના કારણે તેઓનું મોત થયું છે. કંપની સત્તાધીશો દ્વારા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તબીબોએ ત્યાં તેઓને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ સંદર્ભે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પાનોલીની અનેક કેમિકલ કંપનીમાં કર્મચારીઓની સુરક્ષાના નામે મીંડું જોવા મળી રહ્યું છે અને તેનો ભોગ કર્મચારીઓ બનતા રહે છે. સલામતીના સાધનો વગર જ કર્મચારીઓને કામે લગાવી દેવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપ કર્મચારીએ જીવ ગુમાવવો પડે છે. ત્યારે આવી કંપનીઓ પાસે સુરક્ષાના તમામ પગલાં ભરાવવામાં આવે તે ખૂબ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details