ભરૂચ : સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત અમદાવાદના અટલ ઇન્સયુલેશન સેન્ટર ખાતે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની જાણીતી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં સાદ ગોડે કોરોના વાયરસથી બચવા માટે ઉપયોગમાં લઇ શકાય તેવું ખાસ પ્રકારનું ચુર્ણ તૈયાર કર્યું છે. કોલેજના પ્રાધ્યાપક ડૉ. કિશોર ઢોલવાનીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલાં ચુર્ણમાં 10 પ્રકારની જડીબુટ્ટીઓનો ઉપયોગ કરાયો છે.
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીએ બનાવ્યું કોરોનાથી બચવા આર્યુવેદિક ચુર્ણ - news in Bharuch
સાંપ્રત સમયમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસની રસી શોધવામાં વ્યસ્ત છે. ત્યારે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીએ કોરોનાથી લોકો બચી શકે શકે તે માટે આર્યુવેદિક ચૂર્ણ તૈયાર કર્યું છે.
કોરોના વાયરસથી બચવા આર્યુવેદિક ચુર્ણ
આ જડીબુટ્ટીઓમાં કરીયાતુ, લવિંગ, નાગકેસર, ગંઠોળા અને ચંદન સહિતની વસ્તુઓનો સમાવેશ થવા જાય છે. આ ચુર્ણના નિર્માણ માટે પ્રાચીન તથા આધુનિક આર્યુવેદના ગ્રંથોની મદદ લેવામાં આવી છે. હવે આ ચુર્ણનું વૈજ્ઞાનિક ઢબથી એનાલીસીસ કરવામાં આવશે. સમગ્ર પ્રોજેકટ માટે સંસ્થાના ચેરમેન એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશ પારીક તથા અન્ય સ્ટાફે વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.