- ભરૂચ નગર સેવા સદન ખાતે સન્માન સમારોહ યોજાયો
- નેતા અને આગેવાનો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ
- વિપક્ષે શાસકો પર કર્યા આક્ષેપ
ભરૂચઃ નગર સેવા સદન ખાતે જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં નેતા અને આગેવાનો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનોઅભાવ જોવા મળ્યો હતો. આ મામલે વિપક્ષ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા હતા.
ભરૂચ નગર સેવા સદન ખાતે ભાજપના નવ નિયુક્ત પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો ભરૂચ નગર સેવા સદન ખાતે સન્માન સમારોહ યોજાયો
ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારૂતિસિંહ અટોદરિયાની વરણી કરવામાં આવી છે. મારૂતિસિંહ અટોદરિયા ભરૂચ નગર પાલિકામાં નગર સેવક પણ છે, ત્યારે આજરોજ નગર સેવા સદન ખાતે તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમા નગર પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા સહિત પદાધિકારીઓએ નવ નિયુક્ત પ્રમુખનું સન્માન કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
ભરૂચ નગર સેવા સદન ખાતે ભાજપના નવ નિયુક્ત પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો નેતાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
હાલ કોરોનાની મહમારી ચાલી રહી છે, ત્યારે નગર પાલિકા કચેરી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં નેતાઓ અને આગેવાનો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. નેતાઓ અને આગેવાનોએ મોઢા પર માસ્ક તો પહેર્યા હતા પરંતુ તેઓ વચ્ચે બે ગજની દુરી સુધી જોવા મળી ન હતી. ભાજપના જિલ્લા પ્રમુખનું સન્માન કરવામાં આગેવાનોએ જાણે પડાપડી કરી મૂકી હતી.
વિપક્ષના શાસકો પર પ્રહાર
આ મામલે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે શાસકો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે શાસકો કોરોનાનું બહાનું બતાવી એક માસથી સામાન્ય સભા નથી બોલાવતા અને ભાજપના જિલ્લા પ્રમુખનો સન્માન સમારોહ યોજે છે જેમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ નથી જળવાતું.શાસકોને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં કોઈ જ રસ નથી.