ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં કોરોનાએ હાજરી પૂરાવી, સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ બેડની સુવિધા ખડકી દીધી

ભરૂચ જિલ્લામાં લાંબા સમયગાળા બાદ કોરોનાનો એક કેસ(Corona case in Bharuch)નોંધાયો છે. ભરૂચમાં કોરોનાની એન્ટ્રીના પગલે સિવિલ હોસ્પિટલ સત્તાધીશોએ બેડની સુવિધા ઊભી કરી દેવામાં આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દી નોંધાતાં સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે.

ભરૂચમાં કોરોનાએ હાજરી પૂરાવી, સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ બેડની સુવિધા ખડકી દીધી
ભરૂચમાં કોરોનાએ હાજરી પૂરાવી, સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ બેડની સુવિધા ખડકી દીધી

By

Published : Jun 14, 2022, 2:40 PM IST

ભરૂચ: સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર બાદ ચોથી લહેરમાં ભરૂચ જિલ્લામાં લાંબા સમયગાળા બાદ એક કોરોના પોઝિટિવ(positive case of Corona)દર્દી નોંધાયો છે. સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને સમયસર (Corona case in Bharuch)સારવાર મળી રહે તેવા પ્રયાસો સાથે ફરી કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં દર્દીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેવા પ્રયાસો ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃહવે બસ અને રેલવે સ્ટેશન પર શંકાસ્પદ પ્રવાસીઓનો થશે કોરોના ટેસ્ટ, AMC આવ્યું હરકતમાં

ભરૂચમાં કોરોના કેસ -કોરોનાની ત્રીજી લહેરમાં દર્દીઓ નહિવત રહ્યા (Corona vaccination in Gujarat)હતા અને કોરોનાની ચોથી લહેર પ્રવેશી રહી હોય તેમ ભરૂચ જિલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દી નોંધાઈ ચૂક્યો છે. જેના પગલે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કોરોના (Corona cases in Gujarat)પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ કોરોનાપોઝિટિવ દર્દીઓને હાલાકીભોગવવી ન પડે તે માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ સર્જન થઇ ચુક્યું છે. અને ભરૂચ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં બેડ સહિત વેન્ટિલેટર તથા ઓક્સિજનની સુવિધા સાથે સજ્જ થઇ ચૂક્યું છે, જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ રીતે સારવાર મળી રહે અને સાજા થઇ ઘરે પરત ફરે તેવા પ્રયાસો ભરૂચ સિવિલ હોસ્પીટલ સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃકોરોના અંગે સરકારનું કડક વલણ, આગામી દિવસોમાં શરૂ થશે નવી ડ્રાઈવ

ભરૂચમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત -જિલ્લામાં કોરોના નહીવત થતાં સિવિલ હોસ્પિટલનો વોર્ડ બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ કોરોનાની ચોથી લહેરમાં એક કોરોના પોઝિટિવ દર્દી ભરૂચ જિલ્લામાં નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા કોવિંડ દર્દીઓને પહોંચી વળવા માટે અને દર્દીઓને સંપૂર્ણ રીતે સારવાર મળી રહે તેવા પ્રયાસો હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 80 જેટલા વેન્ટિલેટર તથા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે અદ્યતન સુવિધાવાળા ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે. તદુપરાંત 300થી વધુ બેડ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં કોઈપણ કોરોના પોઝિટિવ દર્દીને સારવાર વિના ભટકવુ ન પડે તે માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details