ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં કોરોનાના વધી રહેલા કેસ અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ - કોરોના

ભરૂચ જિલ્લામાં કોવિડ-19ના વધતા કેસને પગલે કલેક્ટર કચેરીના સભાખંડમાં ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

ભરૂચ જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસ બાબતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
ભરૂચ જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસ બાબતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

By

Published : Jun 15, 2020, 4:52 PM IST

ભરૂચઃ જિલ્લામાં કોવિડ-19ના વધી રહેલા કેસો બાબતે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

આ બેઠકમાં કલેક્ટરે કોવિડ-19ના વધી રહેલા કેસો બાબતે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરે સઘન કોન્ટેક્ટ ટ્રેસીંગ થાય તે સુનિશ્ચિત કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને સુચના આપી હતી. આ ઉપરાંત લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે હોમિયોપેથીક દવા અને આયુર્વેદિક ઉકાળાનું સતત વિતરણ થાય. તેમજ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે સ્વકાળજી લઈ આ પ્રકારની દવાઓ લોકો નિયમિત રીતે લેતા રહે તે માટે આશાવર્કર અને વોલન્ટીયર્સ મારફતે મોનિટરીંગ થાય તેવું આયોજન કરવા સહિતની સૂચના આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details