ભરૂચઃ કોરોનાની મહામારી વચ્ચે શ્રાવણ માસમાં આવતા તહેવારોમાં રાખવાની કાળજી બાબતે ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે ભરૂચ ક્લેકટરની બેઠક યોજાઈ હતી.
ભરૂચમાં કોરોનાના કહેર વચ્ચે ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે ક્લેક્ટરની બેઠક યોજાઈ - gujrat in corona
કોરોનાની મહામારી વચ્ચે શ્રાવણ માસમાં આવતા તહેવારોમાં કાળજી રાખવા બાબતે ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે ભરૂચ ક્લેકટરની બેઠક યોજાઈ હતી.જેમાં કલેકટરે ગણેશ ઉત્સવ, જ્ન્માષ્ટમી કે, પછી મુસ્લિમ ભાઈઓના તહેવારો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મનાવવા માટેની અપીલ કરી હતી.
ભરૂચમાં કોરોનાના કહેર વચ્ચે ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે ક્લેક્ટરની બેઠક યોજાઈ
શ્રાવણ માસ ચાલુ થયો એટલે લોકોની આસ્થા અને શ્રધ્ધાનો મહિનો, પરંતુ ચાલુ વર્ષે કોરોનાને કારણે વિશેષ સાવચેતી રાખવાની જરુર છે.ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાના અધ્યક્ષસ્થાને વિવિધ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટરે ગણેશ ઉત્સવ, જ્ન્માષ્ટમી કે, પછી મુસ્લિમ ભાઈઓના તહેવારો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મનાવવા માટેની તાકીદ કરી હતી.ઉપસ્થિત સંસ્થાઓના પ્રતિનિધિઓએ જે સહકાર આપવાની તૈયારી બતાવી તે અગે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.