- ભરૂચમાં 150 બેઠકો ધરાવતી મેડીકલ કોલેજને મંજૂરી
- રૂદ્રાક્ષ એકેડમી પ્રવેશ પ્રક્રિયા કરશે શરૂ
- રૂદ્રાક્ષ એકેડેમી દ્વારા મેડિકલ કોલજ શરૂ કરવાની થઇ રહી છે તૈયારીઓ
ભરૂચઃ જિલ્લામાં સિવિલનું ઘણા સમયથી રૂદ્રાક્ષ એકેડેમી પ્રાઈવેટ લિમિટેડ વડોદરા દ્વારા સંચાલન કરાઈ રહ્યું છે. ત્યારે રૂદ્રાક્ષ એકેડેમી દ્વારા મેડિકલ કોલજ શરૂ થાય તેની તૈયારીઓ પૂરજોશમાં કરાઈ રહી હતી, ત્યારે ગુજરાત સરકારની હેલ્થ પોલિસી-2016 અન્વયે રૂદ્રાક્ષ એકેડેમી પ્રાઈવેટ લિમિટેડ વડોદરા સંચાલિત ભરૂચ સિવિલ ખાતે ડૉ.કિરણ સી પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિયૂટ માટે વર્તમાન શૈક્ષણિક વર્ષ 2020-21 માટે MBBS વિદ્યાશાખાનો કોર્ષ 150 બેઠકોની પ્રવેશ ક્ષમતા સાથે શરૂ કરવાની તૈયારીઓ થઇ રહી છે. નેશનલ મેડિકલ કમિશન નવી દિલ્હી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.જે અંગે ટૂંક સમયમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
- સિવિલમાં સાધનો અને તબીબનો અભાવ