ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં પ્રેમીએ પ્રેમીકાને જાહેરમાં ઝીંક્યા છરીના ઘા - છરી વડે હુમલો

ભરૂચ જિલ્લાના ફલશ્રુતિ નગરમાં ભર બપોરે પ્રેમીએ પ્રેમીકાને છરીના ઘા ઝીંકી દેતા ચકચાર મચી ગઈ છે. સ્થળ પર હાજર લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. જયારે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

પ્રેમિકાને ગળાના ભાગે છરીના ઘા ઝીંક્યા
પ્રેમિકાને ગળાના ભાગે છરીના ઘા ઝીંક્યા

By

Published : Apr 21, 2021, 3:34 PM IST

  • લગ્ન કરવાની ના પાડતા પ્રેમી ઉશ્કેરાઈ ગયો
  • પ્રેમિકાને ગળાના ભાગે છરીના ઘા ઝીંક્યા
  • આરોપીને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો

ભરૂચ:જિલ્લાના સ્ટેશન રોડને અડીને આવેલા ફલશ્રુતિ નગરમાં ધોળે દિવસે એક યુવતી પર છરીથી હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી. ફલશ્રુતિ નગરમાં યુવક અને યુવતી વચ્ચે કોઈક બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. એ દરમિયાન અચાનક જ યુવાન ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલી છરીથી યુવતીને ગળાના ભાગે ઘા મારી દેતા યુવતી ત્યાં જ ઢળી પડી હતી. જ્યારે યુવાનને લોકોએ પકડી પાડ્યો હતો.

ભરૂચમાં પ્રેમીએ પ્રેમીકાને જાહેરમાં ઝીંક્યા છરીના ઘા

આ પણ વાંચો:"પ્રમ આંધળો હોય છે", આ કેહવતને સાબિત કરતી ઘટના બની રાજકોટમાં...

યુવતીને સારવાર અર્થે ખસેડાઈ

બનાવની જાણ થતાં જ A ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનની અટકાયત કરી ઇજાગ્રસ્ત યુવતીને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો:રાજકોટના જંક્શન રોડ નજીક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો

લગ્ન કરવાની ના પાડતા પ્રેમી ઉશ્કેરાયો

યુવક અને યુવતી પ્રેમી-પંખીડા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. યુવતીએ યુવાનને સગાઈ માટેની ના કહેતા ઉશ્કેરાઈ જઈ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. મામલાની વધુ તપાસ ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details