- વૈવાહિક વિખવાદને કારણે આરોપીએ ગુનો કર્યો
- પત્નીની હત્યા કરવાના આરોપમાં રવિવારે એક વ્યક્તિની ધરપકડ
- વસાવાનું મૃત્યુ સાયનાઇડને કારણે થયું હતું
ભરૂચ: ગુજરાતની અંકલેશ્વરની એક ખાનગી હોસ્પિટલમાં આશરે એક મહિના પહેલા ઉર્મિલા વસાવા (34) ને છાતીમાં દુ:ખાવાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની ટીપાની બોટલમાં સાઈનાઈડ સોલ્યુશન નાખીને તેની પત્નીની હત્યા (MURDER) કરવાના આરોપમાં રવિવારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી છે. અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, વૈવાહિક વિખવાદને કારણે આરોપીએ ગુનો કર્યો છે.
રિપોર્ટ સામે આવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો
ઉર્મિલા વસાવા (34) ને છાતીમાં દુ:ખાવાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. શુક્રવારે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટમાં સાબિત થયું કે, વસાવાનું મૃત્યુ સાયનાઇડને કારણે થયું હતું. અંકલેશ્વરમાં એક ફેક્ટરીમાં કામ કરતા જીગ્નેશ પટેલે ઇજેક્શન દ્વારા તેની પત્ની વસાવાને ઝેર આપ્યું હતું.