- ICU વિભાગમાં આગી આગ
- શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન
- 18 દર્દીઓના મોત નીપજ્યા છે
ભરૂચઃજંબુસર બાયપાસ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટિવ દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા 18 દર્દીઓ લોકો બળીને ભડથુ થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.
ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મધ્યરાત્રીએ ભીષણ આગ, 12 દર્દી સહિત 14ના મોત આ પણ વાંચોઃમહેસાણાના કડીમાં એક જ દિવસમાં ચાર જગ્યાએ લાગી આગ
પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય અપાશે
ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આગમાં મૃત્યુ પામેલા સભ્યોના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરતા કહ્યું હતું કે, હોસ્પિટલમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય કરવામાં આવશે.
રાજ્ય સરકાર દુર્ઘટનાની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભરૂચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર IAS અધિકારીઓ, શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને ઘટનાની તપાસ કરવાના આદેશ કર્યા છે. મુખ્યપ્રધાને એમ પણ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનાની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે.
ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મધ્યરાત્રીએ ભીષણ આગ, 12 દર્દી સહિત 14ના મોત આ પણ વાંચોઃવડોદરા રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં લાગી આગ
40 એમ્બ્યુલન્સ મારફતે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી ભયંકર આગમાં 18 જેટલા દર્દીઓ બેડમાં બળીને ખાક થઇ ગયા હોવાનુ પ્રથામિક તબક્કે જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે 40 એમ્બ્યુલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ સુરતની આયુષ કોવિડ હોસ્પિટલના ICU વિભાગમાં આગ લાગતા 4 લોકોના મોત
26 એપ્રિલ 2021ના રોજ સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આયુષ હોસ્પિટલમાંના 5માં માળે મોડી રાતે અચાનક આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ ફાયર વિભાગના કાફલોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આ ઉપરાંત આગમાં 4 લોકોના મોત થયા હતા. ફાયર વિભાગ દ્વારા 12 કોરોના દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
ધોરાજી સિવિલ હોસ્પિટલમાં અને ગોંડલ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં આગ, અંતે મોકડ્રિલ જાહેર કરાતા લોકોમાં હાંશકારો
7 ડિસેમ્બર 2020ના રોજ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICU વિભાગમાં આગ લાગી હતી. જેમાં 5 લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે ગોંડલની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં આંખ વિભાગના ઓપરેશન થિએટર રૂમ પાસે આવેલી ગેલેરીમાં આગ લાગી હતી. ગણતરીની મીનિટોમાં ફાયર ફાઈટરના જવાનો હોસ્પિટલ ખાતે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગને લઈને દર્દીઓમાં દોડ ધામ મચી હતી. અંતે આ ઘટનાને મોકડ્રિલ જાહેર કરતા દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું ટ્વિટ જામનગરની જી. જી. હૉસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, દર્દીઓનું રેસ્ક્યૂ કરાયું
25 ઓગસ્ટ 2020ના રોજ જામનગરની જી.જી. હૉસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ શર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું હતું. આ ICU વિભાગમાં રહેલા 9 દર્દીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આગ એટલી ભીષણ હતી કે ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગ લાગી, 2 દર્દીઓના મૃત્યુ
7 એપ્રિલ 2019ના રોજ અમદાવાદ શહેર સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્વાઈન ફ્લ્યૂ વોર્ડમાંથી અન્ય વોર્ડમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. જે દરમિયાન સ્વાઈન ફ્લ્યૂના 2 દર્દીઓના મોત નિપજ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના D-9 આઈસોલેશન વોર્ડ કે જેમાં સ્વાઈન ફ્લ્યૂના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ત્યારે આ વોર્ડમાં ACમાં શોર્ટસર્કિટ થવાના કારમે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓને અન્ય રૂમમાં ખસેડવામાં પણ આવ્યા હતા.
ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 18ના મોત