- કમ્બોડીયા ગામે તબેલામાં લાગી આગ
- 18 પશુઓ બળીને ભડથું
- 10ને બચાવી લેવાયા
ભરૂચઃ જિલ્લાના નેત્રંગ તાલુકાના કમ્બોડીયા ગામે રવિવારે બપોરે પશુઓ આકસ્મિક લાગેલી આગમાં ભડથું થઈ જવાની કરુણાતીકા સર્જાઈ છે. ગ્રીન નેટમાં વાંસ બાંધી બનાવેલા તબેલામાં વિકરાળ ભભૂકી ઉઠેલી આગે 9 ગાય, 8 વાછરડા અને 1 ઘોડીને માત્ર 15 મિનિટમાં જ ભડથું કરી દીધા હતા.
તબેલામાં કુલ 28 પશુઓ હતા
નેત્રંગ તાલુકાના કમ્બોડીયા ગામે રહેતા રામ રાપોલિયા એ પોતાની જમીનમાં 2 વર્ષ પહેલાં જ તબેલો બનાવ્યો હતો. ખેડૂત પરિવાર સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરતો હતો. પશુપાલકના તબેલામાં ગ્રીન નેટ બાંધી વાંસથી તેને મજબૂતી પ્રદાન કરવામાં આવી હતી. જેથી પશુઓને તાપ, વરસાદ અને ઠંડી સામે રક્ષણ મળી શકે. તેઓના તબેલામાં કુલ 28 જેટલા પશુઓ હતા. તબેલામાં પશુઓના ખોરાક માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાનો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે રવિવારે બપોરે તબેલા નજીક જ આવેલા પોતાના ઘરમાં રામ પરિવાર સાથે બપોરનું ભોજન લઈ રહ્યાં હતા. જે વેળાએ અચાનક પશુઓના ભાંભારવાનો જોર જોરથી અવાજ આવતા ભોજન લઈ રહેલા ખેડૂત પશુપાલક અને પરિવારે ઘરની બહાર દોટ લગાવી હતી. ઘરની બહાર નીકળતા જ ભડકે બળતા તબેલા અને આગની ચપેટમાં તડપતા પોતાના પશુઓને જોઈ પરિવાર હચમચી ઉઠ્યો હતો. ભારે હૈયે પરિવારે આગની વિકરાળ જ્વાળાઓ અને ધુમાડાઓ સાથે ભડકે બળતા તબેલા અને અંદર રહેલા પોતાના 28 પશુધનને બચાવવા મરણ્યો પ્રયાસ કર્યો હતો.
15 મિનિટમાં જ બધુ બળી ને ખાખ