ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વર ખાતે ભંગારના ગોડાઉનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહી - Pollution Control Board

અંકલેશ્વર ખાતે નેશનલ હાઇવે નંબર 48 ને નજીક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી અંકલેશ્વર ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓએ સ્થળ પર પહોંચી હતી અને આગને કાબમાં કરી હતી.

અંકલેશ્વર ખાતે ભંગારના ગોડાઉનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહી
અંકલેશ્વર ખાતે ભંગારના ગોડાઉનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહી

By

Published : Oct 30, 2020, 12:10 PM IST

  • અંકલેશ્વર ખાતે હાઈવેને નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં આગ
  • ફાયરની 3 ગાડીઓએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
    ભરૂચઃ અંકલેશ્વર ખાતે નેશનલ હાઇવે નંબર 48 ને નજીક આવેલા ન્યુ ઈન્ડિયા માર્કેટમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વર ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
    અંકલેશ્વર ખાતે ભંગારના ગોડાઉનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહી

ભંગારના ગોડાઉનમાં લાગી આગ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને નજીક ન્યુ ઈન્ડિયા માર્કેટ આવેલુ છે. જેમાં ઢગલે બંધ ભંગારના ગોડાઉન આવેલા છે. આજ રોજ સવારે એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર ડિઝાસ્ટર પ્રિવેંશન મેનેજમેંટ સેન્ટર – DPMCની 4 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

અંકલેશ્વર ખાતે ભંગારના ગોડાઉનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહી

અત્રે ઉલ્લેખનીય છે કે, આ માર્કેટમાં અવાર્ન્વાર આગ ફારી નીકળવાની ઘટનાઓ બને છે. જ્યારે ઉદ્યોગોમાંથી આવતો કેમિકલ કચરો કેટલાક ભંગારીયાઓ અહી ઠાલવે છે. ત્યારે જોખમી કચરામાં ક્યારેક આગ ફાટી નીકળવાની ઘટના બને છે. આ વિસ્તારના વેપારીઓને અનેકવાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે પરંતુ કોઇજ પગલા લેવામા આવતા ન નથી.

ABOUT THE AUTHOR

...view details