ગુજરાત

gujarat

ETV Bharat / state

વાલિયા નજીક સેંટ્રો કારમાં આગ લાગતાં અફડા તફડી, કોઈ જાનહાનિ નહીં - Bharuch Fire

વાલિયા નજીક એક સેન્ટ્રો કારમાં સવારના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા પામી નથી.

Bharuch
વાલિયા નજીક સેંટ્રો કારમાં આગ લાગતાં અફડા તફડી

By

Published : Oct 1, 2020, 1:17 PM IST

  • વાલિયા નજીક કારમાં આગ લાગતાં અફડા તફડી
  • કારમાં સવાર બે વ્યક્તિ બહાર નીકળી જતાં જાનહાનિ ટળી
  • ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

ભરૂચ :વાલિયા નજીક એક સેન્ટ્રો કારમાં સવારના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા પામી નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર નવાગામ ખાતે રહેતા મોહમ્મદભાઈ ગુલામભાઇ બોડા અન્ય એક વ્યક્તિ સાથે પોતાની સી.એન.જી. સેન્ટ્રો કાર લઈ વલિયાથી ઝગડિયા તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન વાલીયા નજીક જ અચાનક કારમાંથી ધુમાડા જોવા મળ્યા હતા. જે જોઈ કારમાં સવાર બે વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી કારની બહાર નીકળી ગયા હતા. જોત જોતામાં કાર આગમાં લપેટાઇ ગઈ હતી.

આ બનાવની જાણ ફાયર વિભાગની ટીમને થતાં તેઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તબક્કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નહોતી.

ABOUT THE AUTHOR

...view details