ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં માનવતાની મહેક ફેલાવતું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું

ભરૂચમાં માનવતાની મહેક ફેલાવતું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં સોશ્યિલ મીડિયામાં નિર્વસ્ત્ર બાળકોની તસ્વીર જોતા 6 વર્ષની બાળકી નવા કપડાં અને ભોજન સાથે મદદે પહોંચી ગઈ હતી.

bharuch
ભરૂચમાં માનવતાની મહેક ફેલાવતું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું

By

Published : May 25, 2020, 4:19 PM IST

ભરૂચ :કોરોનના કહેર સાથે લદાયેલા લોકડાઉન અને તેના કારણે ઠપ્પ થયેલા જનજીવને રોજનું કમાઈ રોજ ખાનારા વર્ગની હાલત બદતર બનાવી છે. એક તરફ સમસ્યાઓથી ઘેરાયેલા લોકોની સ્થિતિ જોઈ આંખો ભરાઈ આવે છે. તો બીજી તરફ માનવતાની મહેકના ઉદાહરણો મુસીબતના સમયમાં પણ એક જૂથ થઇ લડતા ભારતીયો માટે હકારાત્મકતાનું સિંચન કરે છે. ભરૂચમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશ્યિલ મીડિયામાં ભરૂચના કેટલાક બાળકો નિર્વસ્ત્ર અને ભૂખ્યા જણાતાં 6 વર્ષની બાળકી નવા કપડાં અને ભોજન સાથે બાળકોની મદદે પહોંચી હતી.

ભરૂચમાં માનવતાની મહેક ફેલાવતું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું
નેશનલ હાઇવે 48 ને અડીને આવેલ ઝૂંપટપટ્ટીમાં રહેતા શ્રમજીવીઓ પાસે કામ ન હોવાથી તેઓ પોલીસ તરફથી મળતી રાશનની મદદ ઉપર નિર્ભર છે. આ શ્રમજીવી પરિવારના દ્રશ્યોમાં બાળકો નિર્વસ્ત્ર અને ભૂખ્યા નજરે પડયા હતા. સોશ્યિલ મીડિયા સર્ફિંગ દરમ્યાન ભરૂચની 6 વર્ષીય દુર્વા મોદીની નજર આ તસવીરો ઉપર પડતા તેણે માતા સમક્ષ બાળકોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માત્ર 6 વર્ષની ઉંમરની દુર્વા ઝાડેશ્વર સ્થિત સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ધોરણ 1માં અભ્યાસ કરે છે. જે અત્યંત સંવેદનશીલ સ્વભાવ ધરાવે છે. દુર્વાએ પોતાના , ભાઈ પ્રાચિતના અને અન્ય મિત્રો પાસેથી કપડાં અને શૂઝ એકત્રિત કરી માતા સાથે જરૂરિયાતમંદ બાળકો પાસે પહોંચી હતી. દરરોજ પહેરી શકે તેટલા પૂરતા કપડાં પણ ન ધરાવતા બાળકોને નવા કપડાં, શૂઝ અને નાસ્તો મળતાં તે પણ આનંદિત થઇ ગયા હતા અને દૂર્વાની સાથે નવા કપડાં પહેરીને રમ્યા પણ હતા.દુર્વા ખુબ નાની વયથી સામાજિક કાર્યોમાં જોતરાયેલી રહે છે. જે પોતાના જન્મદિવસની ઉજવણી જરૂરિયાતમંદોની સેવામાં અર્પણ કરીને કરવા ટેવાયેલી છે. આ બાળકી નાની વયે પણ જરૂરિયાતમંદોની મદદમાં તત્પર જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details