ભરૂચમાં 400 વર્ષ કરતા વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના ઐતિહાસિક મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. કોમી એકતાના પ્રતિક સમા આ મેળામાં કોઠાનું ફળ પરસ્પર લડાવવામાં આવે છે. જે આકર્ષણનું કેન્દ્ર બને છે.
ભરૂચમાં 400 વર્ષથી ભરાતા કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું
ભરૂચઃ શહેરમાં 400 વર્ષ કરતા વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. હનુમાન મંદિર અને દરગાહ નજીક ભરાતો મેળો કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
ભીડભંજન વિસ્તારમાં છેલ્લા 400 વર્ષથી કોઠા પાપડીનો પરંપરાગત મેળો ભરાઇ છે. આ વિસ્તારમાં એક બાજુ હનુમાન મંદિર આવેલું છે, તો બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે. આ બે ધાર્મિક સ્થાનકની વચ્ચે મેળો ભરાય છે. તેમાં હિંદુ મુસ્લિમ બંને કોમના લોકો દર્શન કરવા આવે છે. દર વર્ષે માગશર મહિનાના દર ગુરૂવારે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં એક અનોખું યુદ્ધ થાય છે જેને કોઠા યુદ્ધ તરીકે ઓળખાઈ છે.
મેળામાં આવતા લોકો મેળામાંથી કોઠાનું ફળ ખરીદે છે અને કોઠાને સામેવાળી વ્યક્તિ સાથે લડાવે છે. આ યુદ્ધમાં જેનું કોઠુ તૂટી જાય એ હારી જાય અને એણે તેનું કોઠાનું ફળ જીતનાર વ્યક્તિને આપી દેવાનું હોય છે. આ કોઠા યુદ્ધનું મેળામાં અનેરું આકર્ષણ હોય છે. તેની સાથે લોકો પાપડી પણ આરોગવાની મજા માણે છે.