ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના લીંકરોડ પર નગરપાલિકાના ટેન્કરની અડફેટે 10 વર્ષના બાળકનું મોત - Sanjay Soni, Chief Officer, Town Service Sadan

ભરૂચના લીંક રોડ પર સાયકલ પર જઈ રહેલ 2 બાળકોને નગર પાલિકાના ટેન્કર ચાલકે અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં 1 બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 1 બાળકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

bharuch
ભરૂચ

By

Published : Feb 1, 2020, 7:09 PM IST

ભરૂચ : નગર સેવા સદનના ટેન્કરના ચાલકે 10 વર્ષના બાળકનો ભોગ લીધો હતો. શહેરની નારાયણ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમમાં ધોરણ 4માં અભ્યાસ કરતો અને નારાયણ નગર-4 સોસાયટીમાં રહેતો જયરાજસિંહ ચોહાણ અને ભારતી રો હાઉસમાં રહેતો તેનો મિત્ર જિયાન જાદવ શનિવારે સવારના સમયે શહેરના લીંક રોડ પરથી સાયકલ લઇ પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન પૂર ઝડપે જતા નગર પાલિકાના ટેન્કર ચાલકે સાયકલને ટક્કર મારી હતી. જેમાં બંને મિત્રો માર્ગ પર પટકાયા હતા.

ભરૂચના લીંકરોડ પર નગરપાલિકાના ટેન્કરની અડફેટે 10 વર્ષના બાળકનું મોત

આ ગંભીર અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે જયરાજસિંહ ચોહાણનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે જિયાન જાદવને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા જ સિવિલ હોસ્પિટલ પર લોકોના ટોળા ભેગા થયા હતા. તેમજ ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગર પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, ચીફ ઓફિસર સંજય સોની પણ દોડી આવ્યા હતા. આ 10 વર્ષના બાળકના મોતનાં પગલે તેના પરિવારમાં ગમગીની ફેલાઈ ગઇ હતી. જેમાં સિવિલ હોસ્પિટલ પર કલ્પાંતના હૃદય દ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ બાબતે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લીંક રોડ અકસ્માત ઝોન બની રહ્યો છે. તેમજ આ સ્થળે સ્પીડ બ્રેકર મુકવા વર્ષોથી માગ કરી હોવા છતાં તંત્ર દ્વારા એ માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

બીજી તરફ નગર સેવા સદનના ચીફ ઓફિસર સંજય સોનીએ જણાવ્યું હતું કે, ટેન્કરના ચાલકને પોલીસ સમક્ષ હાજર કરી દેવામાં આવ્યો છે. આ રાજય માર્ગ અને મકાન વિભાગમાં આવતો હોવાથી સંલગ્ન વિભાગને સ્પીડ બ્રેકર મુકવા અંગે સૂચના આપવામાં આવશે.

અત્રે મહત્વપૂર્ણ છે કે, બન્ને બાળકની શાળામાં ગણિત વિષયનું પ્રશ્નપત્ર હતું. જે પૂર્ણ કરી તેઓ તેમના ઘરે ગયા હતા. ત્યાંથી બહાર નીકળતા જ કાળ તેમનો કોળીયો કરી ગયું હતું. ત્યારે શહેરી વિસ્તારમાં બેફામ દોડતા ભારદારી વાહનો પર લગામ કસવામાં આવે એ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details