ભરુચ: ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 99 પર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. કોવિડ-19ના કેસમાં નોધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં આજે પણ કોરોના પોઝિટિવના નવા 6 કેસ નોંધાયા છે. ભરૂચના નદેલાવ વિસ્તારમાં આવેલ બુસા સોસાયટીમાં રહેતા સંજય ચૌહાણ, ઝાડેશ્વરના સમૃદ્ધિ બંગ્લોઝમાં રહેતા મનોજ મહેતા. ઝાડેશ્વરની જ સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં રહેતા વિશાલ વૈષ્ણવને કોરોના પોઝિટિવ આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોવિડ-19ના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા, 1 વ્યક્તિનું મોત
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, તો 1 વ્યક્તિનું મોત થયું છે. ભરૂચ શહેરમાં 3, જંબુસરમાં 2 અને ઝઘડિયાના પડવાણી ગામે કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 98 પર પહોચી છે તો મૃત્યુઆંક 6 થયો છે.
જંબુસરમાં 2 અને ઝઘડિયાના પડવાણીયા ગામના 1 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તરફ આમોદનાં આછોદ ગામના કોરોના પોઝિટિવ 35 વર્ષીય સુહેલ અહેમદ અમીજનું વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 98 પર પહોંચી છે, તો મૃત્યુ આંક 6 થયો છે. જિલ્લામાં હાલ કોરોનાના 48 દર્દીઓ સારવાર હેઠળ છે, જે પૈકી અંકલેશ્વરના ઉમરવાડા ગામના એક દર્દીની તબિયત વધુ લથડતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. બાકીના અન્ય 47 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ છે.