ગુજરાત

gujarat

ETV Bharat / state

યુવાન પર ડેપ્યુટી સરપંચ સહિત 6 લોકોનો ઘાતકી હુમલો, વીડિયો વાયરલ - ડેપ્યુટી સરપંચ

જંબુસર તાલુકાના ટૂંડજ ગામે સત્તાના દુરુપયોગ અને પંચાયતની ચૂંટણીમાં ઉભા રહેવા બદલ યુવાન ઉપર શુક્રવારે ડેપ્યુટી સરપંચના પરિવાર સહિત 6 હુમલાખોરોએ કરેલા (Deputy Sarpanch attacked a youth)જાનલેવા હુમલા કર્યો છે. સુરેશને પગમાં 5 થી 6 ફેક્ચર અને ઈજા ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જંબુસરમાં યુવાન પર ડેપ્યુટી સરપંચ સહિત 6 લોકોનો ઘાતકી હુમલો
જંબુસરમાં યુવાન પર ડેપ્યુટી સરપંચ સહિત 6 લોકોનો ઘાતકી હુમલો

By

Published : Jun 25, 2022, 5:33 PM IST

ભરૂચ:જંબુસર તાલુકાના ટૂંડજ ગામે સત્તાના દુરુપયોગ અને પંચાયતની ચૂંટણીમાં ઉભા રહેવા બદલ યુવાન ઉપર શુક્રવારે ડેપ્યુટી સરપંચના પરિવાર સહિત 6 હુમલાખોરોએ કરેલા જાનલેવા હુમલાનો વિડીયો સામે (Deputy Sarpanch attacked a youth) આવ્યો છે. જંબુસર તાલુકાના ટુંડજ ગામે શુક્રવારે બપોરના સુમારે તળાવની પાળે ડેપ્યુટી સરપંચના પતિ તથા મળતિયાઓ દ્વારા એકઠા થઈ યુવાન પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃભાઈએ સગી બહેન સાથે કર્યું એવું કામ, જેને જોઈને તમારા પણ રૂંવાળા થઈ જશે ઊભા

યુવાન પર ઘાતક હુમલો -ગામની સરકારી જમીન પર ડેપ્યુટી સરપંચ તેમજ તેઓના પતિ (Tundaj village of Jambusar)દ્વારા ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી અને ડેપ્યુટી સરપંચે સત્તાનો દુરુપયોગ કરી જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો હતો.આ બાબતે સુરેશ ડાયા વાઘેલા દ્વારા સરકારી વિભાગોમાં કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરી હતી. જેની તપાસમાં ડેપ્યુટી સરપંચનું પરિવાર ઇકો લઈ નીકળ્યું હતું . ઇકો ગાડીમાં સરપંચના પતિ તોશિફ અજીતસિંહ સિંધા, કેસરી સંગ ફતેસિંહ સિધા, આશિફ અજીતસિંહ સિધા, શરીફ અજીતસિંધા, મુન્નાભાઈ ઉર્ફે મામા અને સાદીક ભાઈ ઉદેસંગ સિંધા આમ 6 લોકોએ ત્યાં ઊભેલા સુરેશને અમારી સામું ફરિયાદ કેમ કરી છે. તેમ કહી ઘાતક હુમલો કરી જમીન ઉપર પાડી ઉપરાછાપરી લાકડી બન્ને પગે ઝીકવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃદૂધસાગર ડેરીનો વિવાદ પહોંચ્યો ગાંધીનગર, ચૌધરી સમાજની ચીમકી કહ્યું- કાર્યવાહી નહીં થાય તો...

હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર -આ બાદ ઇકો ગાડીમાં હુમલાખોર(Attack on young man in Jambusar)ડેપ્યુટી સરપંચનું પરિવાર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયું હતું. સુરેશને પ્રાથમિક સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પગમાં 5 થી 6 ફેક્ચર અને ઈજા ગંભીર હોય જેથી વધુ સારવાર અર્થે બરોડા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી બન્ને પગે ફ્રેક્ચર તથા લોહી વધુ વહી જવાના કારણે વધુ સારવાર માટે વડોદરાની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કાવી પોલીસે 6 હુમલાખોરો સામે એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details