- સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં BTPના 500 કાર્યકરો ભાજપમાં સામેલ
- BTPનાં આગેવાનો સહિત 500થી વધુ કાર્યકરો ભાજપામાં જોડાતા રાજકારણ ગરમાયું
- સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ
ભરૂચ : સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલા મંગળવારના રોજ ઝઘડીયા તેમજ આસપાસના વિસ્તારના 500 જેટલા BTP કાર્યકરો ભાજપમાં જોડાઇ ગયા હતા. ભારતીય ટ્રાયબલ પાર્ટી(BTP) અને અસાઉદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM વચ્ચે ગઠબંધનની જાહેરાત BTPને ભારે પડી રહી હોય તેમ જણાઇ રહ્યું છે.
ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા અને દેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ AIMIM સાથે ગઠબંધન કરતા તેની વિપરિત અસરો જોવા મળી રહી છે. BTPની વોટ બેંક ગણાતા આદિવાસી સમાજમાં જ આ ગઠબંધન પ્રત્યે છૂપો રોષ જોવા મળી રહ્યો છે. એક બાદ એક BTP કાર્યકરો ભાજપનો ભગવો ધારણ કરી રહ્યાં છે. ગત ચૂંટણીઓમાં હારનો સામનો કર્યા બાદ ભાજપ હવે વધુ મજબુત બની ઉભરી રહ્યું છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઢ ગણાતા ઝગડિયામાં જ BTPના આગેવાનો સહિતના 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયાં છે.
AIMIM સાથે ગઠબંધન કરવાનું BTPને ભારે પડ્યું?