ગુજરાત

gujarat

ETV Bharat / state

પતંગના ઘાતક દોરાથી 5 વર્ષની બાળકીનું ગળું કપાયું, બાળકી સારવાર હેઠળ

ભરૂચ: શહેરના લીંક રોડ પર પતંગના ઘાતક દોરાથી પાંચ વર્ષની બાળકીનું ગળું કપાઈ જતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે પતંગ ઉડાવવાની મજા કોઈની સજા ન બની જાય એનું ધ્યાન રાખવાની જરૂર છે.

Bharuch
Bharuch

By

Published : Jan 12, 2020, 5:11 PM IST

ઉત્તરાયણના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઘાતક દોરાએ તેની ઘાતકી અસર બતાવવાનું શરૂં કરી દીધું છે. જેમાં 5 વર્ષની માસૂમ બાળકી આ ઘાતક દોરાનો ભોગ બની હતી. ભરૂચના મનીષાનંદ કોમ્પ્લેક્ષમાં રહેતા સચિન જગતાપની પાંચ વર્ષની દીકરી નિત્યા તેની માતા સુપ્રિયા સાથે શહેરના લીંક રોડ પરથી મોપેડ પર પસાર થઇ રહી હતી આ દરમિયાન પતંગનો ઘાતક દોરો બાળકીના ગળાના ભાગે આવી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.

ભરૂચમાં પતંગના ઘાતક દોરાથી 5 વર્ષની બાળકીનું ગળું કપાયું

બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેની એકથી દોઢ કલાક સુધી શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. હાલ બાળકી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ઉત્તરાયણના પર્વમાં પતંગ ચગાવવાની મજા કેટલાક લોકો માટે સજા બની રહી છે. ત્યારે જાહેર માર્ગો કે નીંચાણવાળા વિસ્તારોમાં પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ અને મોતનું બીજું નામ બનેલી ચાઇનીઝ દોરના ઉપયોગ પર સદંતર પ્રતિબંધ આવવો જોઈએ એ અત્યંત જરૂરી છે કારણ કે, આપણી મજા કોઈના માટે મોતની સજા તો ન જ બનવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details