માહિતી પ્રમાણે, સુરત અને ભરૂચ જિલ્લાની સરહદ કોસંબા નજીક આવેલા ઉંટીયાદરા ગામ પાસે બંધ હાલતમાં રહેલા પી.જી.ગ્લાસ કંપનીમાં લુંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં મોડી રાત્રે 40 જેટલા લુંટારુઓ ત્રાટક્યા હતા અને આતંક મચાવ્યો હતો. કંપનીમાં રહેલા સામાનની રખેવાળી કરતા 6 સિક્યુરિટી ગાર્ડ આ લુંટારુઓનો પ્રતિકાર કરતા હથીયારો સાથે તેમના પર હુમલો કર્યો હતો. જેમાં 60 વર્ષીય દેવાભાઈ રબારી, પીરાભાઈ રબારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ગોવાભાઈ રબારીનું હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. સાથે જ ઈશ્વર રબારી, મફત રબારી અને જનાર્દન રબારી નામના સિક્યુર્ટી ગાર્ડને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અંકલેશ્વરના ઉંટીયાદરા ગામમાં ૩ સિક્યુરીટી ગાર્ડની હત્યા, તસ્કરો ફરાર - crime in bharuch
ભરુચઃ અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામે પી.જી.ગ્લાસ કંપનીમાં લુંટના ઈરાદે લુંટારુઓ ત્રાટક્યા હતા. આ લુંટારુઓએ 6 સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરતા ૩ ગાર્ડનાં મોત થયા હતા અને બે ગાર્ડને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કોન્સેપ્ટ ફોટો
આ બનાવની જાણ થતા જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરુ કરી છે. લુંટ વિથ ૩ મર્ડરની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસમાં મૃતકો કોસંબા નજીકના તરસાડી ગામના હોવાનું જાણવા મળ્યું છે.