ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 4 પોઝિટિવ કેસ નોધાયા - Bharuch Corona News

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 139 પર પહોંચી છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 4 પોઝિટિવ કેસ નોધાયા
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 4 પોઝિટિવ કેસ નોધાયા

By

Published : Jun 21, 2020, 4:13 PM IST

ભરૂચઃ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જે આજે પણ યથાવત રહ્યું હતું. ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના નવા 4 પોઝિટિવ કેસ નોધાયા છે.

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલા સુરભી બંગ્લોઝમાં પોઝિટિવ આવેલા મનોજ મહેતાનાં પત્ની 52 વર્ષીય દક્ષાબહેન મહેતા અને તેમની બે દીકરી અને નર્મદા ટાઉનશીપ નજીક રહેતા 54 વર્ષીય સંજયસિંહ પરમારને કોરોના પોઝિટિવ આવતા તેઓને સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ સાથે જ ભરૂચ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 139 પર પહોંચી છે. જે પૈકી 6 દર્દીઓના મોત નિપજ્યા છે. તો 52 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જિલ્લાનાં 81 લોકો હાલ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details