ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરુચના ઝઘડિયા હીટ એન્ડ રનની ઘટનામાં 4 મહિલાના મોત - Bharuch Accident News

ઝઘડિયાના ગુમાનદેવ નજીક હીટએન્ડ રનની ઘટના સર્જાઇ હતી. અજાણ્યા વાહન ચાલકે માર્ગ પર ચાલતી 4 મહિલાને અડફેટે લેતા ત્રણેય મહિલાના મૃત્યું નિપજ્યા હતા.

ભરુચના ઝઘડિયા હીટ એન્ડ રનની ઘટનામાં 4 મહિલાના મોત
ભરુચના ઝઘડિયા હીટ એન્ડ રનની ઘટનામાં 4 મહિલાના મોત

By

Published : Oct 28, 2020, 2:04 PM IST

  • હીટ એન્ડ રનની ઘટનામાં 4 મહિલાના મોત
  • અજાણ્યા વાહન ચાલકે માર્ગ પર ચાલતી 4 મહિલાને અડફેટે લેતા સર્જાઈ દુર્ઘટના

ભરૂચઃ ઝઘડિયાના ગુમાનદેવ નજીક હીટએન્ડ રનની ઘટનામાં 4 મહિલાના મોત નીપજ્યા હતા. અજાણ્યા વાહન ચાલકે માર્ગ પર ચાલતી 4 મહિલાને અડફેટે લેતા દુર્ઘટના સર્જાઈ હતી.

અકસ્માતમાં ચાર મહિલાના મોત

ઝઘડિયાના ગુમાનદેવ નજીક અકસ્માતમાં ચાર મહિલાના મોત થયા હતા. ઉચેડીયા ગામના જશીબહેન પટેલ, રેખાબહેન પટેલ, તારાબહેન પટેલ અને અન્ય એક મહિલા વહેલી સવારે કામ અર્થે ઝઘડિયાના ગુમાનદેવ નજીકથી પસાર થઇ રહ્યાં હતા તે દરમિયાન પુર ઝડપે આવતા વાહને ચારેય મહિલાઓને અડફેટે લીધી હતી અને વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. હીટ એન્ડ રનની આ ઘટનામાં જશીબહેન પટેલ અને રેખાબહેન પટેલનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે તારાબહેન વસાવાનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજ્યું હતું.

ઉશ્કેરાયેલા લોક ટોળાએ મંદિરના મહંતને માર્યો માર

નાવની જાણ થતાની સાથે જ ગામમાંથી લોકો એકઠ્ઠા થયા હતા. નજીકમાં આવેલા સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગુમાનદેવ મંદિરે લગાવવામાં આવેલા CCTV કેમેરા બંધ હોવાના કારણે વાહન ચાલકની વિગત ન મળતા ઉશ્કેરાયેલા લોક ટોળાએ મંદિરના મહંતને માર માર્યો હતો. તો બીજી તરફ લોકોએ માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ ઝઘડીયા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી માર્ગ પુન:કાર્યાન્વિત કરાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details