ભરૂચઃ સોમવારે ભરૂચમાં 3.3ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી લોકો ઘરની બહાર દોળી આવ્યા હતા. આ ભૂકંપનું એપી સેન્ટર ભરૂચથી 7 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચમાં 3.3ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો - ભરૂચમાં ભૂકંપ
સોમવારના રોજ ગુજરાત તથા મહારાષ્ટ્રના અમુક સ્થળોએ ભૂકંપનો આંચકા આવ્યા હતા. જેમાં ભરૂચ શહેર તથા જિલ્લામાં 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાના કારણે લોકો ઘરની બહાર દોળી આવ્યા હતા.
ભરૂચમાં 3.3ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો
સાંજે 5.19 મીનિટે આવેલા આ આંચકાના કારણે શકિતનાથ, કસક, લીંક રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં લોકો ઘરોની બહાર દોડી આવ્યાં હતાં. જો કે, ભૂકંપમાં કોઈ જાનહાનીની જોવા મળી નથી.
કલેક્ટરે ભૂકંપની પુષ્ટી કરી લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અંગે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં છેલ્લે 2018માં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા 3.7 નોંધવામાં આવી હતી.