ભરૂચઃ કોરોના વાયરસની પરિસ્થિતિનાં પગલે ભરૂચ સબજેલમાંથી પાકા કામના ૨૯ કેદીને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા. હાલ કોરોના વાઇરસની પરિસ્થિતિ ચાલી રહી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ભરૂચ સબજેલમાં સજા કાપી રહેલા કેદીઓને પણ મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોરોના અસરઃ ભરૂચ સબજેલમાંથી પાકા કામના 29 કેદી પેરોલ પર મુક્ત - ગુજરાત હાઈકોર્ટ
રાજ્યમાં કોરોના વાઇરસની પરિસ્થિતિનાં પગલે ભરૂચ સબજેલમાંથી પાકા કામના 29 કેદીને પેરોલ પર મુક્ત કરાયા છે. ઘરે જઈ રહેલા કેદીઓને જીવન જરૂરિયાતની કીટનું વિતરણ પણ કરાયું હતું.
ભરૂચ સબજેલમાંથી પાકા કામના 29 કેદી પેરોલ પર મુક્ત
ભરૂચ કલેક્ટર દ્વારા કોર્ટનાં આદેશ અનુસાર આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સબજેલમાં સજા કાપી રહેલા પાકા કામના 29 કેદીઓને 20 એપ્રિલ સુધીનાં પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતાં.
ઘરે જઈ રહેલા કેદીઓને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સેવા યજ્ઞ સમિતિ દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.