ભરૂચ: જિલ્લામાં રવિવારના રોજ કોરોનાના વધુ 27 પોઝિટિવ કેસ નોધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 646 પર પહોચી છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે રવિવારના રોજ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 27 પોઝિટિવ કેસ નોધાયા છે. લેવામાં આવેલા 64 સેમ્પલ પૈકી 27 પોઝિટિવ કેસ આવ્યા છે. એટલે 42 ટકા સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 27 કેસ નોધાયા, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 646 થઈ - Gujarat Corona Update
વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છ. રવિવારના રોજ ભરૂચ જિલ્લામાં નવા 27 કેસ નોંધાતા પોઝિટિવ કેસની સંખ્યા 646 પર પહોંચી છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 27 કેસ નોધાયા, કુલ સંખ્યા 646 થઈ
પોઝિટિવ આવેલા દર્દીઓને સારવાર અર્થે વિવિધ કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રવિવારના રોજ આવેલા પોઝિટિવ નવા કેસ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 646 પર પહોચી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ક્લેટર ડો.એમ.ડી.મોડીયાએ ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ કન્ટેઈનમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી.