ભરૂચઃ કોરોના વાઇરસની મહામારી વચ્ચે વિદેશમાં ફસાયેલ ભારતીયોને દેશમાં પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વંદે ભારત મિશન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતના 25 જેટલા લોકોને મોરિસિયસથી મુંબઈ એરપોર્ટ લવાયા બાદ બસ મારફતે ભરૂચ લાવવામાં આવ્યા હતા, જો કે ભરૂચમાં ફેસેલીટી કોરનટાઈન માટેની વિના મુલ્યે સુવિધા ઉપલબ્ધ્ધ ના હોવાના કારણે તેમને વડોદરા જવા કહેવામાં આવ્યું હતું.
વંદે ભારત મિશન અંતર્ગત મોરિસિયસથી ભારત લવાયેલા ગુજરાતના 25 યાત્રીઓ ફેસિલિટી કોરોન્ટાઈન માટે અટવાયા - નર્મદા જિલ્લા
કોરોનાના કેર વચ્ચે વંદે ભારત મિશન અંતર્ગત મોરિસિયસથી ભારત અને ત્યારબાદ ગુજરાતમાં ફેસીલીટી કોરનટાઈન માટે ભરૂચ લવાયેલ 25 યાત્રીઓ અટવાયા છે, ત્યારે તેઓએ તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો.
આ અંગે યાત્રીઓએ સરકાર પર કરેલ આક્ષેપ અનુસાર તેઓને મુંબઈથી ભરૂચ લાવવા માટે તેમની પાસેથી 2600 રૂપિયા બસ ભાડું વસુલવામાં આવ્યું છે અને ભરૂચ આવ્યા બાદ પણ સુવિધા ન મળતા તેઓ અટવાઈ પડ્યા છે અને આ પરિસ્થિતિમાં તેઓ ક્યા જાય એનો પ્રશ્ન ઉભો થયો છે.
આ અંગે ભરૂચ ક્લેકટર ડૉ.એમ.ડી.મોડીયાએ ઈટીવી ભારત સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ભરૂચમાં વિનામુલ્યે ફેસીલીટી કોરન્ટાઈન માટેની તમામ જગ્યા ભરાઈ ગઈ છે, આથી આ યાત્રીઓને હવે બસ મારફતે વડોદોરા અથવા નર્મદા જિલ્લામાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે.