- કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા ત્રણેય કામદારો
- એક કામદારનું ઘટનાસ્થળે જ મોત
- કોન્ટ્રાક્ટરે કારીગરોને સેફ્ટીના સાધનો આપ્યા ન હતા
વડોદરા: કેમીકલ ઔધોગિક એકમોના કેમિકલયુક્ત પ્રદુષિત જળના નિકાલ અર્થે વડોદરાથી જંબુસર તાલુકાના સારોદ ગામે દરીયા કિનારા સુધી ઈન્ફયુલેન્ટ કેનલ બનાવવામાં આવી છે. આ ઇન્ફયુલેન્ટ કેનલ ઉપર જંબુસર તાલુકાના વેડચ ગામે રી ફીલ્ટરેશન પ્લાન્ટ આવ્યો છે. આ રી ફીલ્ટરેશન પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટનાં 3 કામદાર સાફસફાઈ કરવા ઉતર્યા હતા. તેઓ ગેસના કારણે ગૂંગળાઈ જતા કેમીકલ યુક્ત કાદવ સહિતના પાણીમાં ડુબતા બુમાબુમ કરી મૂકી હતી. આ સમયે રી ફીલ્ટરેશન પ્લાન્ટમાં હાજર અન્ય લોકોએ તેમને બહાર કાઢ્યા હતા. તે પૈકી ધર્મેન્દ્રસિંગ નામના કામદારનું ધટના સ્થળે જ મોત નિપજયુ હતું. જયારે અન્ય બે કામદારો વિવેક કુમાર પાંડલે તથા દીપક નિલેશ ચૌહાણને વધુ સારવાર અર્થે 108 મારફતે જંબુસર સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી વિવેકકુમાર પાંડલેનુ માર્ગમાં મોત નિપજયુ હતુ. જયારે અન્ય કામદાર દીપક ચૌહાણને જંબુસર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:વાપીની કંપનીમાં બ્લાસ્ટ, બે કામદારોના મોત
પોલીસે તપાસ શરૂ કરી