ભરૂચ : અંકલેશ્વરના મોઠીયા ગામ નજીક એફ્લુઅન્ટ પાઈપલાઈનમાં લીકેજ થવાથી ઉદ્યોગોને કેમિકલ વેસ્ટ ન છોડવા સૂચના આપવામાં આવી હતી. અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા GIDCના કેમિકલ વેસ્ટને ટ્રીટમેન્ટ બાદ પાઈપલાઈનથી સમુદ્રમાં છોડવામાં આવે છે.
ભરૂચઃ પાનોલી-ઝઘડિયાના 1800 ઉદ્યોગો ઠપ્પ, કેમિકલ ઉદ્યોગોને 100 કરોડથી વધુનો પ્રોડક્સ લોસ - GIDCnews
અંકલેશ્વર તાલુકાના મોઠીયા ગામ નજીક રાસાયણિક કચરાની પાઇપલાઇનમાં પડેલું ભંગાણ પાંચમા દિવસે પણ રીપેર થયું નથી. જેથી દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટરની અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા GIDCના 1800 ઉદ્યોગોનું ઉત્પાદન અટકાવી દેવાની નોબત આવી છે. ત્યારે હવે 3 GIDC ઠપ્પ થવાથી કેમિકલ ઉદ્યોગને 100 કરોડથી વધુના પ્રોડક્સ લોસનો સામનો કરવો પડશે.
જે પાઈપલાઈન લીકેજ થવાથી ઉદ્યોગો ઠપ્પ થયા છે. સતત ચાર દિવસથી વરસાદના કારણે સમારકામમાં મુશ્કેલીઓ આવી રહી હતી. 5 દિવસ બાદ પણ સમારકામ પૂર્ણ ન થતા અંતે ઉદ્યોગો બંધ કરવાની ફરજ પડી છે. કેમિકલ ક્લસ્ટરમાં પીગ્મેન્ટ, ઇન્ટરમિડિયેટ્સ, પેસ્ટિસાઇડ્સ અને લાઈફ સેવિંગ ડ્રગનું મોટાપાયે ઉત્પાદન થાય છે. કંપનીઓ પાસે મહત્તમ બે કે ત્રણ દિવસની ઉત્પાદન પ્રક્રિયા બાદના કેમિકલ વેસ્ટ સ્ટોરેજની સુવિધા હોય છે.
ઉદ્યોગોના સ્ટોરેજ ફૂલ થઈ જતા કોઈ વિકલ્પ ન હોવાથી અંતે હવે ઉદ્યોગ મંડળે ઉદ્યોગોને ઉત્પાદન બંધ કરી દેવાની સૂચના આપી છે. GIDCના 1800 ઉદ્યોગોનું ઉત્પાદન અટકાવવાની નોબત આવી છે. 3 GIDC ઠપ્પ થવાથી કેમિકલ ઉદ્યોગને 100 કરોડથી વધુના પ્રોડક્સ લોસનો સામનો કરવો પડશે.