ભરૂચ: ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને વધુને વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. સોમવારે ભરૂચમાં 16 કોરોના કેસ નોંધાયા છે જે અત્યંત ચિંતાજનક બાબત છે.
ભરૂચ જિલ્લામાં સોમવારે કોરોનાના 16 પોઝિટિવ કેસ નોંધાયા - ભરૂચ કોરોના અપડેટ
ભરૂચમાં સોમવારે 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 2263 પર પહોંચી છે.
![ભરૂચ જિલ્લામાં સોમવારે કોરોનાના 16 પોઝિટિવ કેસ નોંધાયા ભરૂચ જીલ્લામાં સોમવારે 16 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9058910-650-9058910-1601898553096.jpg)
ભરૂચ જીલ્લામાં સોમવારે 16 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં ગત 28 સપ્ટેમ્બરે કોરોનાના 2100 પોઝિટિવ કેસ નોંધાયા હતા જે બાદ માત્ર ચાર જ દિવસમાં વધુ 100 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યારબાદ કોરોનાનો કહેર વકરતા આંકડો 2267 પર પહોંચ્યો હતો. જો કે જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 29 નોંધાયો છે.