મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણીનાં ભાગરૂપે ભાજપ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે, રવીવારે જંબુસરના કારેલી ગામ ખાતેથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભાજપ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતીનાં ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સાંસદો દ્વારા ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારના રોજ જંબુસર તાલુકાના કારેલી ગામ ખાતેથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગાંધીજી દ્વારા દાંડી યાત્રા કરવામાં આવી હતી. 20 માર્ચ 1930નાં રોજ તેઓ જંબુસરના કારેલી ગામે રોકાયા હતા. ઐતિહાસિક સ્થળની ભરૂચના સાંસદ મનસુખ વસાવા, પ્રદેશ ભાજપનાં મહામંત્રી ભરતસિંહ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, ડી.કે.સ્વામી, જિલ્લા ભાજપના મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી, કિરણ મકવાણા, નગર પાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ મુલાકાત લીધી હતી, ત્યાર બાદ ગામની પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગેવાનોએ લોકોને સંબોધન કર્યું હતું.
આ યાત્રા ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ ૭ વિધાનસભા મતક્ષેત્રમાં ફરશે અને તારીખ ૨૧મી ઓક્ટોબરનાં રોજ નર્મદા જિલ્લાના સેલંબા ખાતે તેની પુર્ણાહુતી કરવામાં આવશે