ભરૂચ: જિલ્લામાં બુધવારના રોજ કોરોના વાઇરસના 14 પોઝિટિવ કેસ નોધાતા જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 521 પર પહોચી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે જિલ્લામાં બુધવારના રોજ વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે.
જેમાં અંકલેશ્વરમાં 7, ભરૂચમાં 4, આમોદ જંબુસર અને વાલિયામાં કોરોના વાઇરસનો 1-1 પોઝિટિવ કેસ નોધાયા છે. અંકલેશ્વરના ઉદ્યોગપતિ હિતેન આનંદપુરા અને તેમના પુત્રવધુ પણ કોરોના સંક્રમિત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.