ગુજરાત

gujarat

ETV Bharat / state

પત્નીના પ્રેમીની હત્યા કરવા જતા પ્રેમીની માતાનું મોત, પોલીસે આરોપીની ધરપકડ કરી

ભરૂચના ઝઘડિયાના રાજપારડીમાં એક મહિના અગાઉ પીકઅપ વાનની અડફેટે વૃદ્ધાનું મોત થયું હતું. આ મામલો અકસ્માત નહી, પરંતુ હત્યાનું કાવતરું હોવાનો પર્દાફાશ થતા પોલીસે વાન ચાલકની ધરપકડ કરી છે.

women
પોલીસે આરોપીની ધરપકડ કરી

By

Published : Sep 9, 2020, 3:34 PM IST

ભરૂચ: રાજપારડીમાં એક મહિના અગાઉ પીકઅપ વાનની અડફેટે વૃદ્ધાનું મોત થયું હતું. આ મામલો અકસ્માત નહી, પરંતુ હત્યાનું કાવતરું હોવાનો પર્દાફાશ થતા પોલીસે વાહન ચાલકની ધરપકડ કરી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી

આ ઘટનામાં પીકઅપ વાન ચાલકે તેની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવતા ઈસમની અકસ્માત કરી હત્યા કરી નાખવાના ઈરાદા સાથે ટક્કર મારી હતી. પરંતુ બાઈક પાછળ બેઠેલી વૃદ્ધાનું ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું.

મૃતક

4 જુલાઈએ ઝઘડિયાના રાજપારડી નજીક પીકઅપ વાને બાઇકને અડફેટમાં લઇ પલ્ટી મારી હતી. અકસ્માતમાં વનીતા વસાવા નામની વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં દિનેશ વસાવા નામનો વ્યક્તિ તેની દીકરી દેવિકા અને માતા વનિતા વસાવા સાથે બાઇક પર રાજપારડી મેઇનરોડ પરથી પસાર થઇ રહ્યો હતોં, તે દરમિયાન પાછળથી અચાનક પીકઅપ વાન ચાલકે બાઇકને અડફેટ લઇને ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક સવાર વનિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે પિતા પુત્રીનો બચાવ થયો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી

આ ઘટના બાદ દિનેશે સતત ઘટના અકસ્માત નહીં, પરંતુ હત્યાનો પ્રયાસ કરાયો હોવાનું રટણ કરતો હતો. એફ.એસ.એલની મદદ અને સ્થાનિકોનું પૂછપરછના આધારે પોલીસને પણ મામલે શંકા જતા પીકઅપ વાનના ચાલક અશોકની પૂછપરછ કરી હતી. જેમાં આખરે અશોકે ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, દિનેશનો છેલ્લા 5 વર્ષથી તેની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતની રીસ રાખી તેને દિનેશની હત્યા કરવા અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં દિનેશની માતા મૃત્યુ પામી હતી. આ ઘટના બાબતે પોલીસે હત્યાનો ગુનો નોંધી અશોક વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details