યુવાને હોસ્પિટલની બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરવાની કોશિશ કરી - આત્મહત્યા
પાલનપુર: પાલનપુરમાં એક યુવાને હોસ્પિટલની બિલ્ડિંદ પરથી કૂદકો મારી આત્મહત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પરતું નીચે લોકોના ટોળાઓના કારણે તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. જેના દ્રશ્યો મોબાઇલમાં કેદ થયા હતા.
યુવાને હોસ્પિટલની બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરવાની કરી કોશિશ
પાલનપુરમાં હોસ્પિટલની બિલ્ડિંગની બહુમાળી બિલ્ડગ પર ચઢીને યુવાને બે કલાક સુધી આત્મહત્યા કરવાની ધમકી આપતા ચકચાર મચી ગઇ હતી. આ યુવાન એ બે કલાક સુધી ડોકટર હાઉસમાં ફિલ્મી સ્ટોરીની જેમ તમાશો શરૂ કરી દીધો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ યુવાનને સમજવાનો ખૂબ પ્રયાસ કર્યા હતો પરંતુ આ યુવાન કઈ પણ રીતે સમજવા તૈયાર ન થતા આખરે પોલીસે તથા લોકોએ જમીન પર ગાદલા અને કાપડની નેટ બાંધી બચાવ કામગીરી હાથધરી હતી.
Last Updated : Sep 9, 2019, 11:57 PM IST