દિયોદરના હાઇવે વિસ્તાર નજીક રવિવારે મોડી રાત્રે એક યુવાનની લાશ પડી હોવાનું જાણવા મળતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બનાવને પગલે દિયોદર પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ કરતા આ યુવાન કાંકરેજના થરા ગામનો જ્યંતી ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું.આ યુવાન થરાથી લાકડા ભરી દિયોદર જી.આઈ.ડી.સી. માં આવેલી મીલમાં ઠાલવવા આવ્યો હતો. જેમાં પોલીસે બે વ્યક્તિની પૂછપરછ કરતા વજન કાંટા આગળ ટ્રેક્ટર પાછું લેતા હડફેટે આવ્યો હોવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. આ મામલે મોડી રાત્રે દિયોદર પોલીસે મુતદેહને પોસ્ટમાર્ટમ માટે દિયોદર રેફરેલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો તથા આ અંગે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
બનાસકાંઠાના દીયોદરમાં યુવકનો મળી આવ્યો મૃતદેહ, પોલીસે શરુ કરી તપાસ
બનાસકાંઠાઃ જિલ્લાના દિયોદર હાઇવે નજીકના વિસ્તાર પાસેથી રવિવાર રાત્રીના સમયે થરા ગામના એક પુરુષનો શંકાસ્પદ હાલતમાં મુતદેહ મળી આવ્યો હતો. જેમાં યુવાનનું મોત ટ્રેકટરની હડફેટે થયું હોવાનું જાણવા મળી આવ્યું હતું. પરંતુ આ મૃતક યુવાનની લાશને લઈ રહસ્ય ઘેરાયું છે. જેમાં આ બનાવ અન્ય જગ્યા ઉપર બન્યો હોવાનો આક્ષેપ મુકતા પોલીસ તંત્ર દ્વારા તપાસનો દોર શરુ કરવામાં આવ્યો છે.
banaskantha
બીજી તરફ મૃતકના પરિવારજનોને આ અંગે જાણ કરાતા પરિવારજનો દિયોદર ખાતે દોડી આવ્યા હતા. જેમાં આ બનાવ હાઇવે વિસ્તાર ઉપર નહિ પણ અન્ય જગ્યા ઉપર બન્યો હોવાનું આક્ષેપ કર્યો હતો.
પરિવારજનો એ જણાવ્યું હતું કે "રાત્રીના સમયે ટ્રેકટરની હડફેટે મોત થયું છે તેવું કહેવામાં આવ્યું છે. પણ બનાવને છુપાવવામાં આવી રહયો છે અને માંગણી છે કે પોલીસ સાચી દિશામાં તપાસ કરે".