ડીસા: શહેરના વેલુનગર વિસ્તારમાં શનિવારે વીજ કરંટ લાગતા એક યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને પણ ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર અર્થે ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બનાસકાંઠાના ડીસામાં વીજ કરંટથી યુવકનું મોત, એક ગંભીર - મોત ના સમાચાર
ડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં શનિવાર કરિયાણાની દુકાનમાં વીજ કરંટ લાગતા ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત થયું હતું. જયારે એક વ્યકિતને નાની મોટી ઇજાઓ થતાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જયારે રાજુભાઇ મણીલાલ રાવળને ઇજાઓ થતાં 108 વાનમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વિજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના વેલુનગર વિસ્તારના વેપારીના પુત્રનું મોત નિપજયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડયાં હતાં. જયારે સ્થાનિક વેપારીઓ પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અંતિમ યાત્રામાં જોડાયા હતાં.