ગુજરાત

gujarat

ETV Bharat / state

Yoga Day 2023 : યોગ બોર્ડના આઇકોનિક સ્થળ અંબાજી મંદિરમાં યોગ દિવસની ઉજવણી કરાઈ - યોગ

આઇકોનિક સ્થળ શક્તિપીઠ અંબાજી ખાતે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.માં અંબાના આશીર્વાદ અને તંદુરસ્તીની કામના સાથે ચાચર ચોકમાં મોટી સંખ્યામાં યોગસાધકો યોગમાં તલ્લીન બન્યાં હતાં.

Yoga Day 2023 : યોગ બોર્ડના આઇકોનિક સ્થળ અંબાજી મંદિરમાં યોગ દિવસની ઉજવણી કરાઈ
Yoga Day 2023 : યોગ બોર્ડના આઇકોનિક સ્થળ અંબાજી મંદિરમાં યોગ દિવસની ઉજવણી કરાઈ

By

Published : Jun 21, 2023, 7:51 PM IST

યોગસાધકો યોગમાં તલ્લીન

અંબાજી : 9મા 21 મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત આઇકોનિક સ્થળ તરીકે શક્તિપીઠ અંબાજીમાં નવમા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં 75 આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં લાખો શ્રધ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમા શક્તિપીઠ અંબાજીને આઇકોનિક સ્થળ તરીકે જાહેર કરી રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું.

આઇકોનિક સ્થળ તરીકે શક્તિપીઠ અંબાજીમાં યોગ : જે અંતર્ગત આજે મા અંબાના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં લોકો અને શ્રદ્ધાળુઓએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઇ ભક્તિભાવ સાથે યોગ સાધનામાં સહભાગી થયા હતાં. વહેલી પરોઢથી જ લોકો મા અંબાના ચાચર ચોકમાં ઉમટી પડ્યા હતા. અને યોગના વિવિધ આસનો સાથે માં અંબાના આશીર્વાદ સાથે તંદુરસ્તીની કામના કરતાં યોગસાધનાનો લ્હાવો લીધો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરુઆત : પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સમક્ષ ‘‘21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ તરીકે ઉજવવા કરેલા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.

વસુધૈવ કુટુંમ્બકમ માટે યોગ : ત્યારથી લઇને વિશ્વમાં તા. 21 જૂનના દિવસને ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર તથા રાજ્ય સરકારની G-20 ની વન અર્થ વન હેલ્થની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “વસુધૈવ કુટુંમ્બકમ માટે યોગ” હર ઘરના આંગણે યોગ”ની થીમ સાથે 21 જૂન 2023 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલું છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે આઈકોનિક પ્લેસ તરીકે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કોણ કોણ હાજર રહ્યું : આ પ્રસંગે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્મા, પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ પટેલ, સામાજિક અગ્રણીઓ, અંબાજીની શૈક્ષણિક સંસ્થાઓ સહિત શ્રદ્ધાળુઓ અને યોગસાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

  1. International Yoga Day 2023 : વડાપ્રધાન મોદીએ યુએન હેડક્વાર્ટર ખાતે યોગ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું, 180 દેશોના પ્રતિનિધિઓએ લીધો ભાગ
  2. International Yoga Day: CM પટેલની હાજરીમાં 1.45 લાખથી વધુ લોકોએ યોગા કરી રેકોર્ડ બનાવ્યો
  3. Indian Army Dod Yoga: ક્યારેય સાંભળ્યું છે કોઈ શ્વાન યોગા કરવા માટે મેદાન પર પહોંચ્યો હોય?

ABOUT THE AUTHOR

...view details