ડીસા ખાતે આવેલા સ્પોર્ટસ ક્લબના વિશાળ મેદાનમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગ મહોત્સવનું પાંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે ઈન્ટરનેશનલ યોગ ગુરૂ શૈલેષજી રાઠોડે યોગ, ધ્યાન અને પ્રાણાયામના પાઠ શીખવ્યા હતા. આ યોગ મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોગ મુક્ત શરીર બને અને આનંદમય જીવન બને તેવા ઉમદા હેતુથી આર્ટ ઓફ લિવિંગ પરિવાર, ડીસા દ્વારા યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
ડીસાના સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન - Deesa Sports Club
ડીસાઃ શહેરમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
![ડીસાના સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન dhisa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5593136-thumbnail-3x2-dishs.jpg)
આ મહોત્સવના પ્રથમ દિવસે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગગુરૂ શૈલેષજી રાઠોડનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યોગ ગુરૂ શૈલેષજી રાઠોડે સરળ અને મસ્તી સાથે યોગની શરૂઆત કરી હતી, જેમાં યોગ લોકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ યોગ મહોત્સવમાં ગુરૂજી શૈલેષજી રાઠોડે જણાવ્યું, કે હાલમાં લોકોમાં તણાવ વધી ગયો છે, યોગ દ્વારા તણાવ દૂર કરી સ્વચ્છ ભારતનું નિર્માણ કરી શકાય છે. યોગ એટલે જોડવું જેટલા જોડાયેલા રહેશો એટલુ મન ખુશ રહેશે. સમાજ સાથે જોડાયેલુ રહેવા તેઓએ અનુરોધ કર્યો હતો.
આર્ટ ઓફ લિવિંગ લેવલ-1 માં નાના નાના આસનો, નાની-નાની યોગક્રિયા અને ભોજન અંગેની માહિતી આપવામાં આવે છે. આના દ્વારા આપનુ જીવન વધારે સુંદર અને શક્તિશાળી બનાવી શકાય છે, યોગ શરીરને સુદૃઢ બનાવે છે અને મનને એકાગ્ર બનાવે છે. આ યોગ મહોત્સવમા ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. યોગ મહોત્સવમાં યોગગુરૂ શૈલેષજી રાઠોડ દ્વારા યોગ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.