ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ આદિવાસી દિવસઃ દાંતામાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ - કુંવરબાઇનું મામેરું સહાય યોજના

બનાસકાંઠા જિલ્લા કક્ષાએ રવિવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દાંતા તાલુકા મથકે આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવી હતી. આ ઉજવણીની અધ્યક્ષતા ઉર્જા પ્રધાન સૌરભ પટેલે કરી હતી.

વિશ્વ આદિવાસી દિવસ
વિશ્વ આદિવાસી દિવસ

By

Published : Aug 9, 2020, 7:41 PM IST

બનાસકાંઠા: આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા ઉજ્જવળ પરંપરા સાથે અસ્મિતાને ટકાવી ભાગરૂપે રવિવારે 9મી ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લા કક્ષાની રવિવારે આદિવાસી દિવસની ઉજવણી દાંતા તાલુકા મથકે આદર્શ નિવાસી શાળામાં રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ખાસ કરીને જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે આદિવાસી સમાજના મૂળ વારસાને ટકાવી રાખવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

દાંતામાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન ઉપસ્થિત રહેલા ઉર્જા પ્રધાન બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનું આદિવાસી અગ્રણીઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. જ્યારે આદિવાસી સમાજમાં શિક્ષણ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે તેમજ અન્ય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ શિક્ષકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

IDPP યોજના, વનઅધિકાર અધિનિયમ 2006, માનવ ગરિમા યોજના, કુંવરબાઇનું મામેરું સહાય યોજના અને વ્યકતિગત ધોરણે મકાન સહાય યોજનાના લાભાર્થીઓને મળતા લાભો પણ ઉર્જા પ્રધાનના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ દાંતા તાલુકામાં 3 મોડેલ સ્કૂલનું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, SDM સહિત અનેક અધિકારીઓએ પણ આ ઉજવણીમાં ભાગ હતો.

ABOUT THE AUTHOR

...view details