કર્મચારીઓ છેલ્લા કેટલાય વર્ષોથી અહીં હંગામી કર્મચારી તરીકે કામ કરતા હતા. ત્યારે એકાએક તેમને છૂટા કરતાં હવે પરિવારનું ગુજરાન કઈ રીતે કરવું તે સૌથી મોટો સવાલ હતો. આજે માનસિક તણાવમાં આવી ચાર કર્મચારીઓએ ફીનાઈલ પી આત્મહત્યાની કોશિશ કરી છે.
બનાસ મેડીકલ કોલેજમાંથી કર્મચારીઓને છૂટા કરી દેતા સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ - gujarat
બનાસકાંઠાઃ એક વર્ષ અગાઉ પાલનપુર સિવિલ હોસ્પિટલ બનાસ મેડીકલ કોલેજને સોંપવામાં આવી છે, જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી વર્ગ ચારના કર્મચારીઓ કોન્ટ્રાક્ટર દ્વારા નિમવામાં આવતા હતા. આ વર્ષે નવી એજન્સીને કોન્ટ્રાક્ટ મળતા તેમણે જૂના કર્મચારીઓને છૂટા કરી દીધા હતાં. અહીં કામ કરતા કર્મચારીઓનો પગારમાં પણ ઘટાડો કરી નાખ્યો છે. સમગ્ર મામલે વારંવાર ધરણા અને રજૂઆત છતાં કોઈપણ કામ ન થતાં આખરે 7 લોકોએ ફીનાઈલ પી આત્મહત્યાની કોશિશ કરી હતી.
આ મામલે બનાસ મેડિકલ કોલેજના સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર મામલો કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ વચ્ચેનો છે. બનાસ મેડિકલ કોલેજ કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવે છે. જ્યારે કર્મચારીઓની નિમણૂંક અને પગાર કોન્ટ્રાક્ટ એજન્સી ચૂકવે છે. કર્મચારીઓના પ્રશ્ન મામલે કોન્ટ્રાક્ટર સાથે પણ ચર્ચા કરી તેમના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે સૂચના આપવામાં આવી છે.
કોન્ટ્રાક્ટ એજન્સી બદલાતા સમગ્ર મામલો બન્યો છે. જયારે કર્મચારી વર્ષોથી કાર્યરત હોવાથી હવે તેઓ બીજી જગ્યાએ રોજગાર માટે જાય તેમ પણ નથી. અત્યારે તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તો તેમના પરિવાર ઘેરાયેલા આફતના વાદળો દૂર થાય તેમ છે.